મુંબઈની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વધતો એલપીજીનો ઉપયોગ

મુંબઈ, (ટાઇમ ન્યૂઝલાઇન નેટવર્ક)
શહેરના હવાના પ્રદૂષણ તેમાંય ખાસ કરીને પર્ટિકયૂલેટ મેટરના એક સૌથી મોટા સ્ત્રોત માટે જવાબદાર મનાતા બાયોફયૂઅલ સ્ત્રાવ (ઉત્સર્ગ)માં એક ધારો સતત ઘટાડો નોંધાયો હોવાનું એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે. જે હવાના પ્રદૂષણને ડામવા માટેની લડતને ઉત્સાહજનક સંકેતો પૂરા પાડે છે. ઈંધણના ઉપયોગની પેટર્નનો અભ્યાસ કર્યા બાદ એવુ ંજાણવા મળ્યું છે કે મુંબઈના દરેક ૨૦ ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી ૧૯ના રહેવાસીઓ રાંધવા માટે એલપીજી (પ્રવાહી પેટ્રોલિયમ ગેસ)નો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. એલપીજી પછી કેરોસીન કોલસા અને લાકડાંનો ક્રમ આવે છે.
ધ સિસ્ટમ ઓફ એર ક્વોલિટી વેધર ફારકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (એસએફએઆર- 'સફર') મુંબઈના ૨૦ સ્થળોએ રહેતા શહેરી ઝૂંપડાવાસીઓના ઘરોમાંથી એકત્ર કરેલા ૭૧,૫૪૬ સેમ્પલોમાંથી માત્ર માનખુર્દમાં (૩,૧૪૮ સેમ્પલ લેવાયા હતા) એલપીજી કરતા કેરોસીનનો વધુ ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે. બોરીવલી અને કુર્લાની ઝૂંપડપટ્ટીઓમાં પણ કેરોસીનનો ઉપયોગ થાય છે, પણ એલપીજીનો વપરાશ તેના પ્રમાણે સાધારણ વધુ છે.
આ અભ્યાસ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે મુંબઈની ઝૂંપડપટ્ટીઓમાં એલપીજીનો ઉપયોગ મોટેભાગે સામાન્ય છે.
૧૭ ટકા વિસ્તારોના રહેવાસીઓ રાંધવા માટે લાકડાંનો ઉપયોગ કરતા હોવાનું આ અભ્યાસ પરથી જાણવા મળ્યું છે. જોકે કુર્લા અને ધારાવી (સેમ્પલની સાઈઝ ૪૭૨ અને ૫,૯૪૩ જણા) આ બે એવા વિસ્તારો છે જ્યાંના રહેવાસીઓ રાંધવા માટે કોલસાનો ઉપયોગ કરે છે. 'સફર'એ જણાવ્યું છે કે આ અભ્યાસ ચાલુ વર્ષના પ્રારંભમાં કરાયો છે, પણ ૨૦૧૫ અને ૨૦૧૬ વચ્ચે કરાયેલા  અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખા નીચેની મહિલાઓને એલપીજી પૂરું પાડવાની કેન્દ્ર સરકારની હજુ શરૂ જ થઈ હોવાથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તેની અસર હજુ શરૂ જ થઈ હતી.
'ઉપલબ્ધ થયેલા ડેટા પરથી અમને એ જાણવા મળ્યું કે અન્ય શહેરોની સરખામણીમાં મુંબઈમાં એલપીજીના જોડાણ અને તેની ઉપલબ્ધતા વધુ છે. 'સફર'એ દિલ્હી, પુણે અને અમદાવાદમાં પણ સર્વેક્ષણ કર્યું છે અને તેની સરખામણીમાં મુંબઈમાં એલ.પી.જી.નો વપરાશ વધુ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે, એમ 'સફર'ના પ્રોજેક્ટ ડિરેકટર ગુફરાન બેગે જણાવ્યું છે. એલપીજીનો વધતો વપરાશ એક ઉત્સાહજનક ટ્રેન્ડ છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget