મુંબઇ (ટાઇમ ન્યૂઝલાઇન નેટવર્ક):
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ફરીથી જબરોવરસાદી માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવો વરતારો આપ્યો હતો કે આવતાચારેક દિવસ(૧૮,૧૯,૨૦,૨૧-સપ્ટેમ્બર) દરમિયાન કોંકણ અનેમધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો ઘેરાઇ રહ્યાં છે.જ્યારે મરાઠવાડાનાં અને વિદર્ભનાં અમુક સ્થળોએ આ દિવસો દરમિયાન મધ્યમથી ભારે વરસાદી ઝાપટાંપડેતેવી શક્યતા છે.
હવામાન ખાતાનાં આ સૂત્રોએ એવી માહિતી આપી હતી કે હાલ નૈઋત્યનું ચોમાસુ કોંકણ અને ગોવામાં ભારે સક્રિય થયું છે.સાથોસાથ હાલ પવનો પણ પશ્ચિમ-વાયવ્ય-પશ્ચિમ દિશાના અને વાતાવરણના નીચેના પટ્ટામાંફૂંકાઇ રહ્યા છે.વળી,હાલ મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વર્ષા થઇ રહી છે.આ પરિબળો આવતા ચારેક દિવસોમાં મહારાષ્ટ્ર તરફ સરકે તેવી પૂરી શક્યતા હોવાથી મુંબઇ,પાલઘર,થાણે,રાયગઢ,રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાનાં અમુક સ્થળોએ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.
હવામાન ખાતાના પુણે કેન્દ્રના વિજ્ઞાાની અનુપમ કશ્યપીએ એવો સંકેત પણ આપ્યો હતો કે ચોમાસુ મુંબઇ અને મહારાષ્ટ્રમાંથી સપ્ટેમ્બર મહિનામાં વિદાય લે તેવાં કોઇ જ પરિબળો નથી.મેઘરાજા મુંબઇ અને મહારાષ્ટ્રમાંથી કદાચ ઓક્ટોબરના પહેલા સપ્તાહ બાદ વિદાય લે તેવી સંભાવના છે.
Post a Comment
Note: Only a member of this blog may post a comment.