અયોધ્યામાં રામ મંદિરની પહેલી ઈંટ શિવસૈનિક મૂકશેઃ ઉધ્ધવ ઠાકરે

બઈ, (ટાઇમ ન્યૂઝલાઇન નેટવર્ક)
અયોધ્યામાં રામ મંદિર બંધાઈને જ રહેશે અને મંદિરના બાંધકામની પહેલી ઈંટ શિવસૈનિક મૂકશે એમ શિવસેનાના વડા ઉધ્ધવ ઠાકરેએ આજે જણાવ્યું હતું.
ભારતીય ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને રામ મંદિરને લગતો ફેંસલો બહુ જલદી આવશે એવી આશા છે એમ ઠાકરેએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના જાણારમાં રિફાઈનરી ઉભી કરવાનો સરકારે નિર્ણય લીધો હતો. એ વખતે શિવસેનાના જોરદાર વિરોધને કારણે સરકારે નમતું જોખીને પાછી પાની કરવી પડી હતી. આરે કોલોનીમાં કારશેડ મામલે પણ આવું જ થવાનું છે. આરેના જંગલમાં સેંકડો વૃક્ષોનું નિકંદન નિકળતું અટકાવવા પહેલેથી જ શિવસેનાનો વિરોધ રહ્યો છે.
ઉધ્ધવ ઠાકરેના હસ્તે આજે 'બેસ્ટ'ની મિની- બસના લોકાર્પણ સમારોહ બાદ પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે 'બેસ્ટ' ઉપક્રમ આર્થિક કટોકટીનો સામનો કરે છે, છતાં હું કર્મચારીઓને ખાતરી આપું છું કે એક પણ કર્મચારીએ નોકરી ગુમાવવી નહીં પડે.

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget