શહેરમાં મલેરિયા, ડેગ્યુ, લેપ્ટોસ્પાઈરોસિસ સહિત વિવિધ પાણીજન્ય બીમારીએ માથુ ઊંચક્યું

મુંબઇ  (ટાઈમ ન્યુઝલ નેટવર્ક):
મુંબઈમાં મલેરિયા લેપ્ટોસ્પાઈરોસિસ, સ્વાઈન ફ્લુ, ડેંગ્યુ સહિત વિવિધ પાણી જન્ય બીમારીએ માથુ ઊંચક્યું છે. ગત ૧૫ દિવસમાં લેપ્ટોસ્પાઈરોસિસની બીમારીમાં બે દરદી અને સ્વાઈન ફ્લુની બીમારીમાં એક જણ એમ કુલ ત્રણ જણ મૃત્યુ પામ્યા હતા. આશરે ૭૦૦ દરદી પાલિકાની વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
લેપ્ટોસ્પાઈરોસિસની બીમારીમાં મલાડમાં રહેતી ૧૯ વર્ષીય તરૂણી મૃત્યુ પામી હતી. જ્યારે અંધેરી પૂર્વમાં રહેતા ૪૯ વર્ષીય યુવક લેપ્ટોસ્પાઈરોસિસની બીમારમાં મૃત્યુ પામ્યો હતો.
જ્યારે સ્વાઈન ફ્લુની બીમારીમાં ૬૮ વર્ષીય વૃદ્ધા મૃત્યુ પામી હતી. આ ત્રણેય દરદીઓ ગત ૧૫ દિવસમાં મૃત્યુ પામ્યા હતા.
શહેરમાં લગભગ ૭૦૦ દરદીઓ વિવિધ પાણીજન્ય બિમારીને લીધે પાલિકાની હોસ્પિટલમાં સારવાર કરવા દાખલ કરાયા છે. આમાં મલેરિયાની બીમારીના ૩૧૮ દરદી, લેપ્ટોસ્પાઈરોસિસના ૨૧ દરદી, સ્વાઈન  ફ્લૂના ૬ દરદી, ગેસ્ટ્રોના ૧૯૩ દરદી, કમળાના ૫૭ અને ડેંગ્યુના ૧૦૪ દરદીનો સમાવેશ થાય છે, એમ પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget