યુવતીની સતામણી કરી તેના નગ્ન ફોટાઓ સર્ક્યુલેટ કરનાર યુવાન સામે ગુનો નોંધાયો

મુંબઇ (ટાઇમન્યૂઝ નેટવર્ક)
ખાર પોલીસે તાજેતરમાં એક આઇરિશ યુવાન સાથે એક યુવતીના નગ્ન ફોટાઓ સર્ક્યુલેટ કરવાના આરોપસર ગુનો નોંધ્યો હતો. આ યુવાને ૨૧ વર્ષીય યુવતીને તેની સાથે સંબંધ બાંધવાનું કહ્યું હતું પણ યુવતીએ ઇન્કાર કરતા તે ભડક્યો હતો અને યુવતીના નગ્ન ફોટાઓ વાયરલ કર્યાં હતા. ખાર પોલીસના સૂત્રોનુંસાર ૨૨ વર્ષીય આ યુવાન મૂળ આયરલેન્ડના ડબલીનનો રહેનારો છે અને ૨૦૧૭માં મુંબઇ આવ્યોહતો.
તે જ્યારે મુંબઇમાં હતો ત્યારે ઓનલાઇન ડેટીંગ એપના માધ્યમથી ફરિયાદી યુવતી સાથે તેની મુલાકાત થઇ હતી. તે સમયે ફરિયાદીની ઉમર ૧૯ વર્ષની હતી. આ  સમયે બન્નેએ એક બીજાના મોબાઇલ નંબરની આપેલ કરી હતી. ત્યારબાદ બન્ને ચેટીંગ કરવા માંડયા હતા. યુવાને આ યુવતીને તેના નગ્ન ફોટાઓ મોકલવા જણાવ્યું હતું. ફરિયાદી અનુસાર તેણે યુવાનને ફોટાઓ પછીથી ડિલીટ કરી દેશે તેવું વચન આપ્યા બાદ જ નગ્ન ફોટાઓ મોકલ્યાહતા. ત્યાર બાદ આરોપી યુવાન પાછો ડબલીન જવા રવાના થઇ ગયોહતો.
આ વર્ષે તે પાછા મુંબઇ આવ્યો હતો અને તે યુવતીનો સંપર્ક કરી તેના નગ્ન ફોટાઓ તેની પાસે હોવાનું જણાવ્યું હતું. આ સમયે ફરિયાદીએ જણાવ્યું હતું કે તે હવે એક અન્યવ્યક્તિ  સાથે મિત્રતામાં છે અને તેને ફોટાઓ ડિલીટ કરવાની વિનંતિ કરી હતી. ત્યારે આરોપીએ તેને સંબંધ બાંધવાની વાત કરી હતી અને જોતે તૈયાર નહીં થાય તો તેના નગ્ન ફોટાઓ વાયર કરવાની ધમકી આપી હતી. ફરિયાદીએ જ્યારે આરોપીને બ્લોક કરી નાંખ્યો ત્યારે તેણે તેના નગ્ન ફોટાઓ તેના બોયફ્રેન્ડને મોકલી આપ્યાહતા.
ફરિયાદીએ પોલીસ ફરિયાદની ધમકી આપવા છતાં યુવાન ટસ નો મસ થયો નહોતો. અને ફરિયાદીના અન્ય એક મિત્રને પણ તેના નગ્ન ફોટાઓ મોકલી આપ્યાહતા.
આ વાતની જાણ થતા યુવતીએ ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૫૪એ (જાતીય સતામણી) અને આઇટી એક્ટ ૬૭એ (અશ્લીલ સાહિત્ય મોકલવું) હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપી આઇરિશ યુવાનને સત્વરે પકડી પાડવામાં આવશે તેવું ખારપોલીસે જમાવ્યું હતું.

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget