ઉદ્ધવ સરકારનું રિમોટ શરદ પવાર પાસે નથી: સંજય રાઉત

મુંબઈ,(ટાઈમ્યુનિਸ਼ਲ નેટવર્ક)

શિવસેના નેતા સંજય રાઉતે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, શરદ પવાર પાસે ઉદ્ધવ ઠાકરે સરકારનું રિમોટ કંટ્રોલ નથી. આ સિવાય તેમણે વડાપ્રધાન મોદીના વખાણ પણ કર્યાં. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણાં દેશના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય નેતા છે. વડાપ્રધાન મોદી માટે મારા દિલમાં ઘણી જ ઈજ્જત છે.

પૂણેમાં એક કાર્યક્રમ દરમિયાન સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા દેશના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય નેતા છે. તેમના માટે મારા દિલમાં ઘણી જ ઈજ્જત છે. તેમણે કહ્યું કે, હું હજુ સુધી આ સરકારનો હિસ્સો નથી, આ રીતે હું પણ વિપક્ષની જેમ જ છું. આ સિવાય તેમણે તે પણ સ્પષ્ટતા કરી કે, શરદ પવાર પાસે મહાવિકાસ અઘાડીનું રિમોટ કંટ્રોલ નથી. તેમણે વધુમાં કહ્યું કે, જો ભાજપ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ પોતાનું વચન પાળ્યું હોત તો મહારાષ્ટ્રની તસવીર અલગ હોત.

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget